રાત્રિ સમયગાળામાં બન્યો બનાવ:ઊંઝામાં અજાણ્યો ટેન્કરચાલક કેમિકલનું ટેન્કર ખાલી કરી જતો રહ્યો

ઊંંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊંઝા અને બ્રાહ્મણવાડા વચ્ચે જે ટેન્કર ચાલકે કેમીકલ ખાલી કર્યું હતું એ કેમિકલ જમીન ઉપર પડવાથી આજુબાજુ જમીન કાળા કલરની થઈ ગઈ છે અને આજુબાજુનું ઘાસ પણ બળી ગયું છે. પ્રાપ્ત વિગત મુજબ ગેરકાયદેસર ચાલતી કોઈ કંપનીનું કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરવામાં આવ્યું છે. આ કેમિકલથી ઘણું નુકશાન થઈ શકે છે અને કોઈ જાનવરના મોઢામાં આ ઘાસ જતું રહે તો તેનું મોત પણ નીપજી શકે છે. આજુબાજુ ઘણી કંપનીઓ આવેલી છે પરંતુ હજુ સુધી રહસ્ય અકબંધ છે. કઈ કંપનીનું કેમિકલ અહીં છોડવામાં આવ્યું છે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ત્યારે રાત્રીના સમયગાળામાં અજાણ્યાચાલકે કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરી જતો રહ્યો હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...