રસાકસી:આજે ઉનાવા એપીએમસીની ચૂંટણી, 17 ઉમેદવાર મેદાનમાં

ઊંઝા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારી અને ખેડૂત વિભાગમાં રસાકસી

ઊંઝા તાલુકાના ઉનાવાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજે વેપારી વિભાગ અને ખેડૂત વિભાગના કુલ 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. ઉનાવાના એ.પી.એમ.સીમાં આજે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગની ચૂંટણીમાં ખેડૂત વિભાગના 12 ઉમેદવારોને 159 ખેડૂતો આજે મત આપી 12 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે તેમજ વેપારી વિભાગના 05 સભ્યો જેમાંથી 4 સભ્યો વિકાસ પેનલના અને 1 અન્ય સભ્યને 625 વેપારીઓ મત આપી તેમનું ભાવિ નક્કી કરશે.

આજે સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ખેડૂત વિભાગના 159 અને વેપારી વિભાગના 625 મતદારો પોતાના પસંદગીના ઉમેદવારોને મત આપી વિજય બનાવશે. ગુરુવારના રોજ ઉનાવા ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ ખાતે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ વચ્ચે યોજાયેલી ચૂંટણીની મતગણતરી સવારે નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી કરાશે.

અન્ય સમાચારો પણ છે...