તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખ વ્યક્ત કર્યું:મહેસાણામાં ઉમિયા માતાજીની ઈંટ ધોળાતી જ નથી : મણિભાઈ મમ્મી

ઊંઝાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઊંઝા ઉમિયા માતાજી મંદિરની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખે દુ:ખ વ્યક્ત કર્યું
 • ખોડલધામમાં ઉમિયાજીની મૂર્તિ સ્થાપવા નરેશ પટેલે ઈચ્છા વ્યક્ત કરી: દિલીપભાઇ

ઊંઝા ઉમિયા માતાજી મંદિર સંસ્થાનની કોરોના મહામારીને લઇ મોકૂફ રખાયેલી વાર્ષિક સાધારણ સભા રવિવારે પ્રમુખ મણિભાઈ મમ્મીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જે માં પ્રમુખે મહેસાણા શહેરમાં ઉમિયા માતાજીનું એકપણ મંદિર નહીં હોવા અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. જ્યારે માનદ મંત્રી દિલીપભાઇ નેતાજીએ જણાવ્યું કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ઊંઝા મુલાકાત બાદ ખોડલધામમાં પણ ઉમિયા માતાજીની મૂર્તિની સ્થાપના કરવા આત્મસ્ફૂરણા થઇ હોવાની જાણ કરી છે. ઉલ્લેખનિય છે કે, નરેશ પટેલની પાટીદાર એકતાની વાતો વચ્ચે સૌરાષ્ટ્રના અગ્રણી પોપટ ફતેપરાએ ખોડલ ધામમાં ઉમિયાજીની મૂર્તિ ન હોવા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.

સભામાં પ્રમુખ મણિભાઈ મમ્મીએ જણાવ્યું કે, ઉમિયા માતાજીનું મંદિર વિશ્વના સમસ્ત કડવા પાટીદારોની મિલકત છે. મહેસાણાના મિત્રોને પૂછવું છે કે, 3 સ્વામિનારાયણ મંદિર અને બ્રહ્માકુમારીના મંદિરો સામે ઉમિયા માતાજીની ઇંટ કેમ ધોળાતી નથી?. કડવા લેઉવા એક થાય એ સંગઠિતતાની વાત છે. સત્તા સ્થાને બેઠેલા આપણા વ્યક્તિઓને કારણે સરકાર સાથે સમન્વય રહે છે. સાબરકાંઠામાં માતાજીના રથને તોફાની તત્વોએ રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે નીતિનભાઇ પટેલ અને સાૈરભ પટેલની મદદ મળી હતી.

માનદ મંત્રી દિલીપભાઈ નેતાજીએ જણાવ્યું કે, કાગવડ ખોડલધામના નરેશ પટેલે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની મુલાકાત પછી પરત ફરતાં ટેલીફોનિક અમને જાણ કરી હતી કે ખોડલધામમાં ઉમિયા માતાજીની મૂર્તિ નહીં હોવાની અમને ભૂલ સમજાતાં અમે ઉમિયા માતાજીની મૂર્તિની સ્થાપના ખોડલ ધામમાં કરવાની આત્મસ્ફૂરણા થઈ છે. અહીં કડવા પાટીદાર સિવાય અન્ય સમાજના 35 ટકાથી વધુ ભક્તો મા ઉમિયાના દર્શને પધારે છે. તેમણે જણાવ્યું કે, નારાયણ કાકા પ્રમુખ હતા ત્યારે સરકારમાંથી રૂ.8 કરોડની ગ્રાન્ટ લાવતાં ઉમિયા યાત્રી ભવન બન્યું હતું. મિશન-2030 અંતર્ગત દેશભરમાં ઉમિયા માતાજીના 1001 મંદિર નિર્માણનો સંકલ્પ 2027 સુધીમાં જ પૂર્ણ કરી દેવાશે તેમ ઉમેર્યું હતું.

સભામાં ઉપપ્રમુખ પટેલ પ્રહલાદભાઈ કામેશ્વર અને ગટોરભાઈ, પૂર્વ પ્રમુખ નારાયણભાઈ પટેલ, ધારાસભ્ય ડો.આશાબેન, ઊંઝા માર્કેટયાર્ડ ચેરમેન દિનેશભાઇ પટેલ, કારોબારી સભ્યો તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, જામનગર, મુંબઈ, રાજકોટ અને કચ્છથી હોદેદારો, દાતાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો