છાપી પોલીસ રવિવારે પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન ધારેવાડા ચેકપોસ્ટ ઉપર બાઇક ચોરીમાં સંડોવાયેલા બે શખસો ઝડપી ચોરીના ત્રણ બાઇક કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
છાપી પીએસઆઇ એસ.ડી.ચૌધરી સહિત સ્ટાફ દ્વારા રવિવારે વાહન ચોરી સંદર્ભે તપાસ હાથ ધરી હતી. ત્યારે ધારેવાડા ચેકપોસ્ટ ઉપર બાતમીના આધારે એક શંકાસ્પદ બાઇક લઈને આવતા સંજય ઉર્ફે કાળિયો મંગાજી ઠાકોર (હાલ રહે.બ્રાહ્મણવાડા,તા.ઉંઝા,મૂળ રહે.છાપી,તાલુકો-વડગામ) તેમજ રાકેશજી જ્યંતીભાઈ ઠાકોર (રહે.કામલી,તા.,ઉંઝા,જી.) ને ઉભા રખાવી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન બાઇક ચોરીનું હોવાનું ખુલતા વધુ તપાસ હાથ ધરી હતી.
તપાસમાં વધુ બે બાઇકની ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે સિદ્ધપુર તાલુકાના કામલી ગામે ખેતરમાંથી બે બાઇક કબ્જે કરી ભેદ ઉકેલ્યો હતો. ચોરી કરનાર બન્ને આરોપીને કોવિડ અંતર્ગત અટક કર્યા ન હતા અને નજર કેદમાં રાખવામાં આવ્યા હતા. આરોપીઓએ છાપી ઓર્ચીડ કોમ્લેક્સ, સિદ્ધપુર ગોકુલ મિલ પાસે આવેલ કોમ્પલેક્સ તેમજ શિહોરી ગામેથી બાઇકની ચોરી કરી હોવાનું કબલ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.