ઊંઝા હાઇવે એચપી પેટ્રોલ પમ્પની નજીક અકસ્માત સર્જાયો હતો. રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત થયું હતું. ઊંઝા શહેરમાં અવારનવાર વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીના બનાવો બનતા હોય છે. જેમાં એક્ટિવા ચોરી કરનારને મહેસાણા એલ.સી.બી પોલીસે પકડી લીધો છે.
રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત થયું
ઊંઝા હાઇવે પર વાહનની ટક્કરે યુવાનનું મોત નીપજ્યું હતું. 45 વર્ષીય અજાણ્યા યુવકને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતાં ગંભી૨ ઈજાના કારણે તેનું મોત થયું હતું. એચપી પેટ્રોલ પંપની નજીક વિસનગર તરફ જતા પુલના છેડે મધરાતે પસાર થઈ રહેલા યુવક સાથે ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવી રહેલા વાહન ચાલકે ગફલતભર્યું વાહન હંકારી રહ્યો હતો. દરમિયાન રસ્તામાં જતા 45 વર્ષીય યુવકને ટક્કર વાગતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે આવીને મૃતદેહનું પંચનામું કરી મૃતદેહની ઓળખાણ થઈ ન હતી. જેને લઈ મૃતદેહને પોલીસે ઓળખ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રખાયો છે. વધુમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
શંકાસ્પદ એક્ટિવા મળી આવ્યું
પોલીસે ચોરી થયેલી એક્ટિવા કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરી છે. ઊંઝા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એ.એસ.આઈ કેશરસિંહ અને હેડ કોન્સ્ટેબલ પિયુષ કુમારને મળેલી ખાનગી બાતમીના આધારે મહેસાણા એલ.સી.બી ટીમે આરોપી દેવીપૂજક વિક્રમને દબોચી લીધો હતો. જેની પાસેથી GJ.02 AR. 3131 નંબરનું શંકાસ્પદ એક્ટિવા મળી આવ્યું હતું. પોલીસે તેની વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પૂછપરછ કરતા પોતાની પાસેનું એક્ટિવા તેને નવરાત્રી સમયે ઊંઝા સર્વોદય હાઈસ્કૂલની પાછળથી ચોરેલું હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે ચોરીમાં ગયેલા એક્ટિવા કબ્જે કરીને આરોપી વિક્રમ દેવીપૂજકને વધુ કાર્યવાહી અર્થે ઊંઝા પોલીસને સોપવા તજવીજ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.