તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઊંઝા-બ્રાહ્મણવાડા હાઇવે પર ત્રણ ગાડીઓ એકબીજા સાથે અથડાઇ

ઊંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સદનસીબે ટ્રિપલ અકસ્માતમાં જાનહાની ટળી

બ્રાહ્મણવાડાથી ઊંઝા રોડ પર મંગળવારે 3 કાર એકબીજા સાથે અથડાઇ હતી, સદનસીબે જાનહાનિ ટળી હતી. તેમજ આ જ રોડ પર અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. ઊંઝા હાઇવેના છમાર્ગીય કામગીરીમાં ગમે ત્યારે વન-વે કરી નાખતાં વારંવાર અકસ્માત થાય છે.

મંગળવારે બ્રાહ્મણવાડા હાઇવે પર GJ 05 RB 9673, GJ 01 RB 5650 અને GJ 01 KP 0088 એમ ત્રણ એકબીજા સાથે ટકરાઈ પડી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. તેમજ બ્રાહ્મણવાડા પાસે હાઇવેથી ગામના મહેશજી એન. ઠાકોર બાઇક (GJ 08 BA 9738) લઈ પસાર થતા હતા, ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતાં તેને ગંભીર ઇજા થતાં મહેસાણા સારવાર અર્થે રીફર કરાયા છે. આ લખાય છે ત્યાં સુધી પોલીસ કાર્યવાહી થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...