તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઊંઝા હાઈવે પરથી લકઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સ ઝડપાયા

ઊંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 84 હજારના દારૂ સહિત 20.90 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ઊંઝા પોલીસે મહેસાણાથી સિદ્ધપુર જતી લકઝરીમાંથી રૂ.84.720/- ના વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસે રૂ.20.90.220/- મુદામાલ કબજે લીધો હતો. 26 મુસાફરોને બીજી બસમાં રવાના કર્યા હતા. પીએસઆઈ કેસરભાઈ દેસાઈને મળેલ બાતમી આધારે સોમવારે વહેલી સવારે મહેસાણાથી સિદ્ધપુર તરફ જતી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરીમાં દારૂની હેરાફેરી થાય છે જેના આધારે પોલીસે અગિયારનાળા પાસે વોચ ગોઠવી હતી.ત્યારે સવારે 6.30 કલાકે GJ - 24 - X - 4500 લકઝરી બસ આવતા એને અટકાવી તપાસ કરતાં દારૂ અને બિયર ટીન કુલ 249 નંગ કિંમત રૂ.84.720/- મળી આવ્યો હતો.

તેમજ ચાલક ભુવાજી સુજાજી ઠાકોર,ઉ.38.રહે.વરસિલા ઠાકોરવાસ, તા.સિદ્ધપુર, કંડકટર આબીદ તાહેર નુરા જાતે મોમીન,ઉ.38 રહે, મુડાણા , મુમનવાસ .તા.સિદ્ધપુર અને અરવિંદભાઈ મુળજીભાઈ રાવળ(સેકન્ડ ડ્રાયવર),રહે.વરસિલા,રાવળવાસ તા.સિદ્ધપુરને ઝડપી લીધો હતો.પૂછપરછદરમિયાન ઊંઝાના સિંધી સુનિલે દારૂ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતુ.પોલીસે દારૂ મંગાવનાર ઊંઝાના સિંધી સુનિલ દોલતરામની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...