તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વૈશાખમાં લગ્ન લેવાના હોવા છતાં વહેલા પરણવાની જીદે પળીના યુવક અને મહેસાણાની યુવતીએ ઊંઝાના ઐઠોર ગામની સીમમાં આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉનાવા પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી છે.
ઉનાવા પોલીસના જણાવ્યા મુજબ, મંગળવારે રાત્રે 8-35 કલાકે ઐઠોરથી ઉનાવા માર્ગે નેળિયામાં ચેહર માતા મંદિરથી આગળ રેલવે નાળા પાસે પટેલ મહેશભાઈ મણિલાલના ખેતરમાં પળીના દેવીપૂજક અજય કનુભાઈ (20) અને વિસનગરના દઢિયાળના અને હાલ મહેસાણા પ્રદૂષણપરામાં રહેતી દેવીપૂજક તેજલ રમેશભાઈ (19)એ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હોવાની જાણ થતાં પીએસઆઈ એસ.આર.પટેલ ઘટના સ્થળે પહોંચતાં અજય ઝાડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં અને તેજલ ખેતરમાં જમીન પર ઝેરી દવા પી મૃત હાલતમાં પડેલી જણાતાં મૃતકના વાલીવારસોને જાણ કરી હતી. પોલીસે મૃતકોની લાશનું પેનલ ડોકટર દ્વારા પીએમ કરાવી પરિવારને સોંપી હતી. તેજલના વાલી તરફથી કોઈ વાંધા તકરારની નોંધ આવી નથી તેમ પીએસઆઈ એ.આર.પટેલે જણાવ્યું હતું.
પૈસાની સગવડ થાય એટલે લગ્ન કરવાનું કહ્યું હતું
મૃતક અજયની માતા જ્યોત્સનાબેન કનુભાઈએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, મૃતક પોતાનો દીકરો અજય અને એની સગાઈ કરેલી તેજલ છે. બંનેના લગ્ન આગામી વૈશાખમાં પૈસાની સગવડ થાય એટલે કરવાનું કહ્યું હતું. પણ તેજલને મુકવા પળીથી નીકળેલા અજયનો બપોરે છેલ્લે મોબાઈલ સંપર્ક થયો ત્યારે ઉનાવા બેઠા હોવાની વાત થઇ હતી, તે પછી મોબાઈલ બંધ આવતાં શોધખોળ કરતા હતા. અમારા ગામના રાજપૂત ગોપાળજી વિરમજીએ રાત્રે ફોનથી ઘટનાની જાણ કરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.