તસ્કરી:ઊંઝાના કામલીના બ્રહ્માણી મંદિરમાં ભક્તના સ્વાંગમાં આભૂષણોની ચોરી

ઊંઝા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ઘટના સીસીટીવમાં કેદ, ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

ઊંઝાના કામલી ગામના બ્રહ્માણી માતાના મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશી તસ્કર માતાજીના આભૂષણ ચોરી જતા ચકચાર મચી હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.આ મામલે ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

ઊંઝા તાલુકા કામલી ગામે બ્રહ્માણી માતાજીનું પ્રસીદ્ભ મંદિર આવેલું છે. ત્યારે મંદિરમાં દર્શન કરવાના બહાને એક શખ્સ રીક્ષા લઈને આવ્યો હતો. બાદમાં આ શખ્સ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી માતાજીએ અંગીકાર કરેલ મુગટ તથા પંચધાતુના કુંડળ ચોરી પલાયન થઈ ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મંદિરમાં ચોરી થયાની જાણ પૂજારી મેહુલભાઈ શુક્લાને થતા આ મામલે ઊંઝા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે રૂ.4500ના આભૂષણની ચોરી અંગે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...