• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • The Theft Of 44 Maunds Of Castor From A Farmer's Field In Brahmanwada Village Of Unjha, The Police Registered The Crime And Conducted An Investigation.

ખેતરમાંથી એરંડાની ચોરી:ઊંઝાના બ્રાહ્મણવાડા ગામના ખેડૂતના ખેતરમાંથી 44 મણ એરંડાની ચોરી, પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

ઊંંઝા4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના ખેડૂત મુકેશભાઈની સમ્રાટ થ્રેસર કંપનીની બાજુમાં આશરે સાડા પાંચ વીઘા જમીન આવેલી છે. જેમાં દોઢ વીઘા જમીનમાં વાવેતર કરી રહ્યા છે. તેમજ બીજી ચાર વીઘા જમીન ઠાકોર અમરતજી વાવેતર કરી રહ્યા છે. જે વાવેતરમાં એરંડાનો પાક કરેલો હતો. જેમાં એરંડાનો પાક થઇ ગયો હોવાથી જગ્યાએ થ્રેસર બોલાવીને એરંડાનો પાક લીધેલો હતો. જે તૈયાર માલ તસ્કરો ચોરી જતા ખેડૂતની આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ, ​​​​​​મુકેશભાઈના ખેતરમાંથી આશરે એરંડા ત્રણ બોરી નીકળેલા હતા અને અમરતજીના ખેતરમાંથી આશરે આઠ બોરી એરંડા નીકળેલા હતા. જેમાં અમરતજીના દીકરાને બોર્ડની પરીક્ષા હોવાથી અમરતજી ઊંઝા દીકરાને મુકવા અર્થે નીકળી ગયેલા હતા અને મુકેશભાઈ પણ સાથે ઘરે આવેલા હતા. ત્યારબાદ મુકેશભાઈ ત્રણ વાગ્યાની આસપાસ ખેતરમાં ગયા એ દરમ્યાન જગ્યાએ અગિયાર બોરી ભરીને રાખી હતી. એ જગ્યાએ મળી આવેલ નહીં. જે બાદ મુકેશે આજુબાજુ તપાસ કરતા કોઈ જગ્યાએ એરંડા મળી આવેલા નહીં. જે બપોરના આશરે બાર વાગ્યાથી લઈને ત્રણ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા હોવાનું માલુમ પાડ્યું હતું. અગિયાર બોરીમાં 44 મણ એરંડા હતા, જેની એક મણની કિંમત આશરે 1200 રૂપિયા જેટલી થાય છે. જે 44 મણ એરંડાની કિંમત રૂપિયા 52,800 જેટલી થાય છે. આ બાબતે ઊંઝા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અજાણ્યા ઈસમો એરંડા ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચોરી કરનાર ઈસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...