ગુજરાતની જનતાને મુસાફરીમાં સરળતા રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા નવીન બસો ફાળવવામાં આવી છે. જેમાં મહેસાણા એસ.ટી. ડિવીઝનમાં 15 બસોની ફાળવણી કરવામાં આવી છે. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા નવીન બસોને લીલીઝંડી આપવામાં આવી હતી. ઊંઝા એસ.ટી. ડેપોમાંથી ટુ બાય ટુની બસ ઊંઝાથી નખત્રાણા સુધી ચાલુ કરવામાં આવી હતી.
આધુનિક સુવિધાઓથી સજ્જ બસો
ઊંઝા કૃષ્ણનગર ખાતે 3 મીનીબસ ચાલુ કરવામાં આવી છે. ઊંઝા એસ.ટી. ડેપોમાં આવનાર તમામ મુસાફરોને સુવિધાઓ મળી રહે એ માટે એસ.ટી. બસોમાં અતિ આધુનિક ટેક્નોલોજીયુક્ત સુવિધાઓ છે. જેમાં CMVR નોમ્સ મુજબ ઈમરજન્સી વ્યવસ્થા, વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ, ફાયર એક્શટીગ્યુશર, ઈમરજન્સી માટે VLT ડિવાઇસ તથા પેનિક બટન સહિતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.