તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદને આધારે તપાસ:વિશોળના સસ્તા અનાજના સંચાલકે 1574 કિલો રાશનનું બારોબારિયું કર્યું

ઊંઝા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊંઝા મામલતદાર અને પુરવઠાની ટીમની તપાસમાં બહાર આવ્યું
  • રેશનકાર્ડધારકોની ઓછું રાશન અપાતું હોવાની ફરિયાદને આધારે તપાસ

ઊંઝા તાલુકાના વિશોળ ગામે સસ્તા અનાજ ભંડારના સંચાલક દ્વારા 1574 કિલો રાશનનું બારોબારિયું કરાયું હોવાનું પુરવઠા વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. વિશોળ ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક પટેલ દિનેશભાઇ કરશનભાઇ અપૂરતો જથ્થો આપતો હોવાની લાભાર્થીઓની ફરિયાદને પગલે ઊંઝા મામલતદાર એ.પી. ઝાલા તેમજ પુરવઠા અધિકારી જે.આઈ. સોલંકી અને ટીમે 26 ઓગસ્ટે 69 રેશનિંગ કાર્ડની જનસંખ્યા 355નું સેલ રજીસ્ટર ક્રોસ વેરિફિકેશન કરતાં લાભાર્થીઓને આપવામાં આવતા જથ્થામાંથી અનાજનું બારોબારિયું કરાયું હોવાનું ખૂલ્યું હતું.

જેમાં ઘઉં 931 કિલો, ચોખા 624.500 કિલો અને ખાંડ 19.950 કિલો મળી કુલ 1575.450 કિલો વજનનું બારોબારિયું કરાયું હોવા અંગેનો રિપોર્ટ ઊંઝા મામલતદાર કચેરી દ્વારા ડીએસઓને કરાશે, જે આધારે સંચાલક સામે દંડનીય કાર્યવાહી કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...