પાલિકા પ્રમુખના હોર્ડિંગ્સ વિવાદ:ઊંઝા પાલિકા પ્રમુખના હોર્ડિંગ્સ વિવાદને લઈ વિપક્ષ નેતાએ સસ્પેન્ડ કરવા માંગ કરી

ઊંઝા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખે વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે 10 થી વધુ હોર્ડિંગ્સ લગાવી 7 લાખની ચુકવણી ન કરી હોવાના આક્ષેપ

ઊંઝા પાલિકા પ્રમુખ હોર્ડિંગ્સના વિવાદમાં સપડાયા છે. વિપક્ષના નેતા ભાવેશ કે પટેલે ચીફ ઓફિસર અલ્પેશભાઇ પટેલ, વિજિલન્સ કમિશનર ગાંધીનગર, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર ગાંધીનગર, પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરને રજૂઆત કરી છે કે ઊંઝા નગરપાલિકા પ્રમુખે વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે 10 થી વધુ હોર્ડિંગ્સ પર 8 મહિનાથી પણ વધુ સમયથી જો હુકમીથી કબજો કરી કોઈપણ પ્રકારની રકમ પાલિકામાં જમા ન કરી રૂપીયા 7 લાખથી વધુ રકમની ચુકવણી કરી નથી.

આ બાબતને ધ્યાનમાં લઇને પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. પ્રમુખ પાસેથી તાત્કાલિક રકમ વસૂલવા તેમજ સસ્પેન્ડ કરવાની માંગને લઇ ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવાની તૈયારી બતાવી છે. ઊંઝા પાલિકાના ગુજરાત વોટર સપ્લાય બોર્ડને 13 કરોડથી વધુ રકમ ચૂકવવાની બાકી હોવાનુ જણાવી પ્રમુખ દ્વારા વ્યક્તિ પ્રસિદ્ધિ માટે સંસ્થાની આવકમાં અડચણ ઊભી કરતા તેમની સામે પગલાં લેવા વિપક્ષ મેદાનમાં ઉતર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...