સુષ્મા સ્વરાજ એવોર્ડ:ઊંઝા APMC ખાતે સુષ્મા સ્વરાજ એવોર્ડનું આયોજન; આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું

ઊંંઝા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજરોજ મહેસાણા જિલ્લા મહિલા મોરચા દ્વારા ઊંઝા APMC ખાતે સુષ્મા સ્વરાજ એવોર્ડનું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશમંત્રી અને મહેસાણાના પ્રભારી શ્રદ્ધાબેન ઝા, પ્રદેશ ઉપપ્રમુખ અને કાર્યક્રમના ઇન્ચાર્જ પુષ્પાબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ આશાબેન પટેલ, સહિત મહિલા મોરચા જિલ્લાની તથા તાલુકા અને શહેરની બહેનો હાજર રહી હતી.

આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રની મહિલાઓ જેમ કે, પ્રબુદ્ધ, સેવાકીય, શૈક્ષણિક, વ્યવસાય, સાહસી, સાંસ્કૃતિક, રમતગમત ક્ષેત્ર, એન.જી.ઓ. ચલાવતા, ડોક્ટર, વકીલ, શિક્ષક, સરકારી યોજનાઓ પર નોંધનીય કાર્યકર્તા, મનોરંજન ક્ષેત્ર, પત્રકારત્વ ક્ષેત્ર, સામાજીક સ્તર પર પ્રભાવ ધરાવતા પ્રતિષ્ઠિત બહેનોને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપવામાં આવે છે.

આ કાર્યક્રમ અંતર્ગત ઊંઝા APMC ચેરમેન દિનેશ પટેલ હાજર રહ્યા હતા. તેમજ આવેલા મહિમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આવેલા તમામ કાર્યકર્તાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આંતરરાષ્ટ્રીય વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...