તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઊંઝાના અમૂઢના એટ્રોસીટી કેસના 2 આરોપીની ધરપકડ માટે રજૂઆત

ઊંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૂવા માટીથી પૂરી ગેરકાયદે બાંધકામ કરાયાની ફરિયાદ

ઊંઝા તાલુકાના અમૂઢ ગામના રાકેશકુમાર ડાહ્યાલાલ સેનમા તેમના ઘર નજીક વારાહી માતાજીના મંદિરની બાજુમાં ગાયકવાડી સરકાર વખતના કૂવા પૂરી લઇ ઉપર પાકું બાંધકામ કરાતાં ગ્રામ પંચાયતથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઈ છે. આ વિવાદિત જગ્યામાં બાંધકામ સારું સેન્ટિગનો સામાન ઉતરતો હોઇ કહેવા જતાં મારપીટ કરાઇ હોવાની ફરિયાદ રાકેશકુમાર સેનમાએ ગોવિંદ ત્રિભોવનભાઈ પટેલ તેમજ ધર્મેન્દ્ર જીવણભાઈ પટેલ સામે નોંધાવતાં ઊંઝા પોલીસે એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો 14 ઓગસ્ટે દાખલ કર્યો હતો.

આ કેસના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા જિલ્લા તકેદારી અધ્યક્ષ એસસી, એસટી એક્ટ કલેકટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે. આરોપી માથાભારે તથા રાજકીય વગ ધરાવતા હોઇ હુમલો થવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. તેમજ તેમના કુટુંબીજનો દ્વારા સમાજના અમુક ચોક્કસ લોકોનો સામાજિક બહિષ્કાર કરાયેલ છે, જેથી એટ્રોસીટી એક્ટની કલમ ૩(૧) ZC નો ઉમેરો કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...