ત્રણ પક્ષમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે:21 ઊંઝા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના દાવેદારોની અટકળો પુરી; આજે નામ જાહેર કરવામાં આવ્યું

ઊંંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

21 ઊંઝા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. બધા દાવેદારોએ પોતની ટિકિટ માટે જોર લગાવ્યું હતુ. આજે સાંજે અરવિંદ પટેલનું નામ કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યું હતુ.

ઊંઝા બેઠક પર કોનો એક્કો ચાલસે અને કોણ બાજી માર
છેલ્લા ઘણા દિવસોથી ટિકિટની માંગણીને લઈને આજે કોંગ્રેસના દાવેદારોની અટકળો પુરી થઈ છે. કોંગ્રેસે આજે અરવિંદ પટેલના નામની મહોર મારી છે. પટેલને કોંગ્રેસમાં ટિકિટ મળવાથી ઊંઝા વાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ઊંઝા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ એમ ત્રણ પક્ષમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. આવનાર પહેલી અને પાંચમી તારીખે મતદાન યોજાશે. તેમજ આઠમી તારીખે પરિણામ જાહેર થશે. હવે જોવાનું એ રહ્યું કે, ઊંઝા વિધાનસભા બેઠક પર કોનો એક્કો ચાલસે અને કોણ બાજી મારશે. હાલમાં ઊંઝા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસની લહેર ચાલી રહી છે. મતદારોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...