મતદાન માટે કતારો લાગી:ઊંઝા તાલુકાની 6 ગ્રામ પંચાયતોના 15 સરપંચનાં ભાવિ મતપેટીમાં સીલ

ઊંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 70 મતદાન નોંધાયું
  • બપોર બાદ મતદાન માટે લોકો ઊમટતાં કતારો લાગી

ઊંઝા તાલુકાના 6 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિવારે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સરેરાશ 70 % મતદાન થયું હતું. તાલુકાની 6 ગ્રામ પંચાયતોમાં કુલ 15 સરપંચ અને વોર્ડના 71 સભ્યોનું ભાવિ મતપેટીમાં સીલ થયાં હતાં. ‌ ઊંઝા તાલુકામાં કુલ 7 ગ્રામ પંચાયતની ચૂંટણીનું રવિવારે મતદાન યોજાયું હતું. ગંગાપુરા ગામ સમરસ જાહેર થતાં રવિવારે ઉનાવા, બ્રાહ્મણવાડા, અમૂઢ, ભુણાવ, ભાંખર, લક્ષ્મીપુરા ઐઠોર ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સવારે અગિયાર વાગ્યા સુધી 24 ટકા જ્યારે બપોરે એક વાગ્યા સુધી 44 ટકા મતદાન થયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં લોકો બપોરના સમયે મતદાન કરવા આવતા મતદાન મથકોએ લાંબી કતારો લાગી હતી. સાંજ સુધી અંદાજીત 70 % મતદાન થયું.

અન્ય સમાચારો પણ છે...