દુર્ઘટના:ઊંઝા સર્કિટહાઉસ પાસે કારની ટક્કરે સ્કૂટરચાલક અમુઢના યુવકનું મોત

મહેસાણા, ઊંઝા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાલાવાસણા અને કડીની શેડફા ચોકડી પાસે અકસ્માતમાં 4ને ઇજા

જિલ્લામાં મહેસાણા, કડીના શેફડા અને ઊંઝા નજીક બનેલી અકસ્માતની 3 ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 4 વ્યક્તિને ઇજા પહોંચી હતી. ઊંઝાના અમુઢના ચંદ્રકાન્તભાઇ રામસંગભાઇ ચૌધરી (50) સોમવાર સાંજે ઊંઝા સર્કિટ હાઉસ પાસેથી સ્કૂટર લઇને પસાર થતા હતા, ત્યારે કાર (GJ 16 BK 6604)ના ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ ચંદ્રકાન્તભાઇનું મોત થતાં ઊંઝા પોલીસે કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

મહેસાણાના શિવાલા સર્કલ નજીક રહેતાં કળીબેન મંગાભાઇ સલાટ (40) રવિવારે બપોરે સામાન ખરીદી મોઢેરા ચોકડીથી રિક્ષા (GJ 02 YY 9255)માં બેસી ઘરે પરત જતાં હતાં. ત્યારે પાલાવાસણા ચોકડી નજીક રિક્ષા પલટી મારતાં કળીબેન અને રિક્ષાચાલકને ઇજા પહોંચી હતી. મહેસાણા તાલુકા પોલીસે રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

કડીના આંબલિયારા ગામના ઉદયજી જીવણજી ઠાકોર (23) મિત્ર કમરૂદીન અબ્દુલભાઇ મલેક સાથે રવિવારે રાત્રે થોળમાં કામ પતાવી બાઇક (GJ 01 HC 1266) લઇ પરત આવતા હતા. ત્યારે શેડફા ચોકડી નજીક ઝાલોડા તરફથી આવતી ઇકોના ચાલકે બાઇકને ટક્કર મારતા બંને મિત્રોને ઇજા થઇ હતી. કમરૂદીનને ગંભીર ઇજાઓ હોઇ અમદાવાદ રિફર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...