તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઊંઝા માર્કેટયાર્ડમાં ખેડૂત વિભાગમાંથી ચૂંટાયેલા કામલીના સંજય મફતલાલ પટેલ વેપારી હોવાનું પુરવાર થતાં ખેતીવાડી નિયામકના આદેશથી બરતરફ કરાયા છે. માર્કેટયાર્ડની 1954માં સ્થાપના થઈ ત્યારથી આજદિન સુધીના ઇતિહાસમાં પ્રથમવાર ડિરેક્ટર પદેથી સસ્પેન્ડ કરાયાનો આ પહેલો બનાવ છે.
માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ગૌરાંગભાઈ એન.પટેલે નિયામક ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગરને 6 જુલાઇ, 2020એ લેખિત રજૂઆત કરી હતી. જેમાં માર્કેટયાર્ડમાં ખેડૂત પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા પટેલ સંજય મફતલાલ ઊંઝા ખાતે આર્યન એન્ટરપ્રાઇઝ નામે પેઢી ધરાવે છે અને જીએસટી ચોરી કરી છે. તેમજ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્ષમાં 3 મે, 2019ના રોજ રૂ.12,86,694 ટેક્ષ ભરેલો છે. જેથી સંજય પટેલે ખેડૂત વિભાગમાંથી ચૂંટાયા હોવા છતાં બજાર સમિતિ ઊંઝા વિસ્તારના વેપારી હોઈ માહિતી છુપાવી હોઈ ગેરલાયક ઠેરવવા માંગ કરતાં ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર રાજ્ય નિયામક વાય.એ.બલોચે ગુજરાત ખેત ઉતપન્ન બજાર અધિનિયમ 1963ની કલમ 13 અન્વયેની સતાની રૂએ સંજય પટેલને સંચાલક મંડળમાં ખેડૂત સભ્ય તરીકે દૂર કરવાનો હુકમ કરાયો હોવાનું સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું. યાર્ડમાં 8 ખેડૂત પ્રતિનિધિમાંથી શિવમભાઈ રાવલનું અવસાન થતાં તેમજ પટેલ સંજય મફતલાલને બરતરફ કરાતાં હવે 6 ખેડૂત પ્રતિનિધિ, 4 વેપારી પ્રતિનિધિ છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.