ઊંઝા ખાતે આજે શ્રી મોટા બાવન કડવા પાટીદાર પરિવાર અને શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ દ્વારા સમૂહલગ્ન યોજાયા. આ 24માં સમૂહ લગ્નોત્સવમાં અગિયાર નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. આવનાર મહેમાનોને સમુહલગ્ન કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દાતાઓનું પણ માનભેર સન્માન કરવામાં આવ્યું હતું. સમહુલગ્નમાં ચા-પાણી અને નાસ્તાની સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. તેમજ આવનાર મહેમાનો તેમજ સમૂહલગ્નમાં જોડાનાર માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
અલગ અલગ જગ્યાએ પાર્કિંગ સુવિધા તેમજ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી
આજરોજ ઊંઝા ખાતે 24મોં સમુહલગ્નોત્સવ યોજાયો જેમાં શ્રી મોટા બાવન કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટ તેમજ શ્રી મોટા બાવન કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહલગ્નોત્સવમાં 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આજે આ ટ્રસ્ટ દ્વારા 24મોં સમુહલગ્નોત્સવ યોજાયો હતો. તેમજ ટ્રસ્ટીઓ દ્વારા દાતાઓનું તેમજ આવનાર મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમૂહલગ્નમાં ચા-નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને અલગ અલગ જગ્યાએ પાર્કિંગ સુવિધા તેમજ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.