ભાજપમાં ટિકિટને લઈ ખેંચતાણ:ઊંઝા વિધાનસભા બેઠક પર ઋષિકેશ પટેલને મળી શકે છે ટિકિટ, અટકળો શરૂ

ઊંંઝા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ઊંઝા વિધાનસભાની બેઠક ઉપર ભાજપમાં અટકળો ચાલી રહી છે. ત્યારે ઊંઝા વિધાનસભાની બેઠક ઉપર ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ એમ.એસ.પટેલ તેમજ અન્ય ભાજપના કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી. પરંતુ ઊંઝા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ અને કેબિનેટ મંત્રીને ઊંઝા વિધાનસભાની બેઠક ઉપર ટિકિટ આપી શકે છે.

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડવા માટે જે લિસ્ટ તૈયાર કર્યું તેમાં ઊંઝા બેઠક ઉપર ઋષિકેશ પટેલને ચૂંટણી લડાવી શકે છે. તેવી અટકળો શરૂ થઈ છે. ઊંઝા વિધાનસભા બેઠક ઉપર ભાજપના કાર્યકરો નારાજગી વ્યક્ત કરી છે. તેમજ ઊંઝા વિધાનસભા બેઠક ઉપર ભાજપ સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપે એવી પણ માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...