તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની ખેંચ, જીરામાં તેજી:ભાવ પ્રતિમણે રૂ.2800 થી 2900 પહોંચ્યા, ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના પ્રતિમણે રૂ.300 થી રૂ.350 રૂપિયાનો વધારો

ઊંઝા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીરું,વરિયાળી,ઇસબગુલ,અજમો અને રાયડામાં પણ તેજી જોવા મળી

વરસાદ ખેંચાતાં જીરું,વરિયાળી,ઇસબગુલ,અજમો,રાયડોમાં તેજી તરફી વાતાવરણ છે.જીરામાં વરસાદના અભાવે હાલ 20 કિલોએ રૂ.300 થી રૂ.350 રૂપિયા વધ્યા છે.જીરાની આવકો 13000 થી 15000 બોરી આસપાસ થાય છે,આગામી સમયમાં ડોમેસ્ટિક ઘરાકી તથા એક્ષપર્ટ ની ઘરાકી સારી નિકળેતો જીરામાં નવા ઊંચા ભાવો જોવા મળી શકે સાથે સાથે સીઝનમાં જીરાના ભાવો 2500 થી 2600 ના ભાવો હતા તે આજે વધી ને 2800 થી 2900 ના ભાવો ચાલી રહ્યા છે.હાલ સ્ટોકીસ્ટ તથા ડોમેસ્ટિક ઘરાકી સારી છે.

હવે બજારો વરસાદ ઉપર આધારિત છે.બીજી બાજુ ઇસબગુલ, રાયડો, અજમો, જેવી જણસીના ભાવો વધારે હોવાથી ખેડૂતો આ ચીજો તરફ વળે તો પણ જીરાનું વાવેતર ઓછું થવાની સંભાવના છે,તો ફંડામેન્ટલ જનરલે તેજી તરફ થઈ રહ્યા છે. ઊંઝા માર્કેટયાર્ડ માં વરિયાળી પ્રતિદિન 1000 બોરી આવક સરેરાશ ભાવ 1800 થી 2000,ઇસબગુલ પ્રતિદિન 3000 બોરી આવક સરેરાશ ભાવ 2600 થી 2700, અજમો પ્રતિદિન 800 બોરી આવક સરેરાશ ભાવ 2200 થી 2800, રાયડો પ્રતિદિન 1000 બોરી આવક સરેરાશ ભાવ 1400 થી 1450

અન્ય સમાચારો પણ છે...