વાહન ચાલકો પરેશાન:ઊંઝા-પાટણ હાઇવે ઉપર ખાડા પડી જવાથી વાહન ચાલકોને મોટી હાલાકી; રોડ દબાઈ જવાથી વાહન ચાલકોને મોટી સમસ્યા

ઊંંઝા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા પાટણ સ્ટેટ હાઇવે ઉપર છેલ્લા ઘણા સમયથી ખાડા પડી ગયેલા છે. પરંતુ હજુ તંત્રની ઊંઘ ઊડતી નથી. વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યાં છે અને વાહન ચાલકોને મુશ્કેલી સર્જાયી છે. હજુ ઊંઝા પાટણ સ્ટેટ હાઇવેનું કામ પૂર્ણ થયે વધુ સમય થયો નથી. પરંતુ ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારને કારણે આવતા જતા વાહન ચાલકોને ભોગવવાનો સમય આવી ગયો છે. કોન્ટ્રાકરો પોતાની કામગીરી પૂર્ણ કરીને જતા રહે છે, પરંતુ સરકારી બાબુઓ પોતાની ટકાવારી લઈને રોડની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા નથી.

ઊંઝા પાટણ સ્ટેટ હાઇવે ઉપર રાત્રે નીકળતા બાઈક રીક્ષા જેવા વાહનોમાં અકસ્માત જોવા મળી રહ્યા છે. બાઈક ચાલકો પોતાના પરિવાર સાથે નીકળે છે ત્યારે અકસ્માત થવાથી નાની મોટી ઈજાઓ થાય ત્યારે આ બાબતે કોણ જવાબદાર? આવા રોડના લીધે કોઈ મોટી જાનહાની થશે તો કોણ રહશે જવાબદા? અને આ તંત્ર ક્યારે જાગશે અને આવા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરાશે?

અન્ય સમાચારો પણ છે...