તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઝા હનીટ્રેપ:પોલીસે વધુ 4 લાખ રિકવર કરતાં આંકડો 19 લાખ થયો

ઊંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હનીટ્રેપના 6 આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ, વધુ રિમાન્ડ મગાશે
  • અન્ય 3 પાસેથી 20 લાખ પડાવ્યાની આરોપીઓની કબૂલાત

ઊંઝા હનીટ્રેપના 6 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ બુધવારે પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે. જ્યારે ઊંઝા પોલીસે આરોપીઓના રિમાન્ડ દરમિયાન મંગળવારે વધુ રૂ.4 લાખ રિકવર કરતાં અત્યાર સુધીમાં કુલ રૂ.19.30 લાખ રિકવર થયા છે. ઊંઝા હનીટ્રેપ મામલે એસઓજીએ 6 આરોપીઓની ધરપકડ કરી ઊંઝા પોલીસને સોંપ્યા હતા. ઊંઝા પોલીસે તેમને 4 ઓગસ્ટે કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા 3 વાહન તેમજ મંગળવારે વધુ 4 લાખ મળી કુલ રૂ.19.30 લાખ રિકવર કરાયા છે.

ગંજબજારની પેઢીના મહેતાજી પાસેથી રૂ.58.50 લાખ અને અન્ય 3 વ્યક્તિઓ પાસેથી રૂ.20 લાખ પડાવ્યા હોવાની કબૂલાત કરી હોઇ હજુ માતબર રકમની રિકવરી, સીડીઆર (કોલ ડિટેઈલ) આધારિત તપાસ તેમજ બનાવની જગ્યાના સીસીટીવી ફૂટેજ મેળવવાના બાકી હોઇ વધુ રિમાન્ડની માગણી કરવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, સન્ની પટેલ અને મૌલિક પટેલ બંને સગાભાઈ છે. જ્યારે પ્રતાપગઢનો મહાદેવ ઉર્ફે દિનેશ ચૌધરી નિવૃત ફૌજી છે. ડિમ્પલના રિમાન્ડ 13 ઓગસ્ટે પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...