ઊંઝા પોલીસ સ્ટાફ સાથે ઊંઝા બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ ઉપર ચેકીંગમાં હતા. એ દરમ્યાન સિધ્ધપુર ખળી ચાર રસ્તા બાજુથી હાથમાં બે થેલા લઈને એક શખ્સ આવી રહ્યો હતો. જેને જોઈ પોલીસને શંકા જતા પોલીસે થેલા લઈને આવતા ઈસમને ઉભો રાખ્યો હતો. જે ઈસમ ભાગવા લાગેલો હતો પરંતુ પોલીસે તેને ઈસમને પકડી પાડ્યો હતો અને થેલા ખોલીને જોતા અંદર અલગ અલગ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો. જેનું પોલીસે નામ પૂછતાં ઠાકોર આકાશજી ગામ રામડદા પાટણનો હોવાનું ખુલ્યું હતું. જે પોલીસે તપાસ કરતા થેલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડ્યો હતો. જેમાં બોટલ નંગ 39 જેની કિંમત રૂ 10350 થાય છે. તેમજ ઠાકોર આકાશ જોડેથી મોબાઈલ નંગ 1 જેની કિંમત રૂ 6000 તેમજ રોકડ રકમ મળી રૂ 230 મળી આવેલા હતા. જે તમામ મુદ્દામાલ કબ્જે લેતા રૂ 16580 થાય છે. જે બાદ ગુન્હો નોંધી ઊંઝા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
વધુમાં ઊંઝાના ઐઠોર ગામમાં દેશીદારૂનો અડ્ડો પકડાયો હતો. જેમાં ઉનાવા પોલીસ ઐઠોર તરફ પેટ્રોલિંગમાં હતી. એ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલી હતી કે ઐઠોરના વાલમિયાપુરા વિસ્તારમાં દેશી દારૂ વેપાર કરવામાં આવી રહ્યો છે. જે બાદ પોલીસે રેડ કરતા વાલમિયાપુરાના રહેવાસી દેસી દારૂનો વેપાર કરતા પકડાઈ ગયા હતા. જે પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આઈ પી સી કલમ 65(a)(a) મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.