જીત બાદ માઁ ઉમિયાના ચરણોમાં:પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

ઊંંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા 2022 ચૂંટણીમાં પાટણ બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલને કોંગ્રેસ પક્ષે ફરીથી રિપીટ કર્યા હતા. પાટણ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાજુલા દેસાઈને હરાવીને 2022 વિધાનસભા પાટણ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કિરીટભાઈ પટેલ વિજયી થયા છે.

વિકાસના કાર્યો વચ્ચે હંમેશા કામ કરતો રહીશ: કિરીટભાઈ પટેલ
આજરોજ ઊંઝા વિશ્વવિખ્યાત ઉમિયા માતાજીના મંદિરે પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે દર્શન કર્યા હતા. આ કાર્યક્રમમાં ઊંઝા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ પવનભાઈ પટેલ, ઉમિયા માતાજી ટ્રસ્ટી દશરથભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ (નેતાજી) તેમજ કિરીટભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં જે જનતાએ વિશ્વાસ મૂકી જીત અપાવી છે એ જનતાનો આભાર માન્યો હતો અને જનતા વચ્ચે રહીને દરેક પ્રશ્નોને વાચા આપવાની પણ વાત કરી હતી. વિકાસના કાર્યો વચ્ચે હંમેશા કામ કરતો રહીશ એવું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...