તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઊંઝામાં ક્રિકેટસટ્ટો રમાડતો એક ઝડપાયો, 8 સામે ગુનો

ઊંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • પટેલ કેવીન્સ મોબાઈલથી અલગ અલગ આઈડી બનાવી સટ્ટો રમાડતો હતો

ઊંઝા પોલીસને કાળકાપરામાં પટેલ કેવીન્સ મુકેશભાઈ પોતાના મોબાઈલથી અલગ અલગ આઈડી બનાવી પાકિસ્તાન ક્રિકેટ 20-20 મેચનો સટ્ટો રમતો રમાડતો હોવાની બાતમીના આધારે રેડ કરી પટેલ કેવીન્સ મુકેશભાઈને ઝડપી લીધો હતો જે મોબાઈલમાંથી ફાસ્ટર મોબાઈલ સિસ્ટમથી કરોડો રૂપિયાની લિમિટ ધરાવતો સટ્ટો રમતો રમાડતોઝડપાયો હતો .ઊંઝા પોલીસે 20-20 ક્રિકેટ મેચનો વેબ સાઈડથી પટેલ કેવીન્સ મુકેશભાઈ (રહે,17 મારુતિ ઊંઝા)સટ્ટો રમતો રમાડતો હોવાની બાતમી મળતા રેડ કરતા તે મોબાઈલમાં અલગ આઈડી સટ્ટો રમતો- રમાંડાતો પકડાઈ ગયો હતો.

પુછપરછમાં પટેલ કેવીન્સ તેના માસા પટેલ વિપુલભાઈ ઉર્ફે ઘંટી રામજીભાઈ (રહે,મહાદેવપરું કાળકામતાજી મહાડ) પાસે તેમના મોબાઈલથી અલગ આઈડી આપી ક્રિકેટ સટ્ટો રમાડી તેની પેટા આઈડીથી પટેલ મયંક હરેશભાઇ (રહે,શ્યામવિહાર ફ્લેટ,ઊંઝા), પટેલ જે.એસ (રહે.ઐઠોર ચોકડી), પટેલ કમલેશભાઈ ઉર્ફે ભગત (રહે,નવજીવન સ્કૂલની સામે) પટેલ કિશન ઉર્ફે બાલ કિશન (રહે.શ્યામવિહાર ફ્લેટ) અને ઠાકોર પ્રવીણ ઉર્ફે પલીયો (રહે, ખજૂરી પોળ)ને સટ્ટો રમાડતો હતો. પોલીસે વેબસાઈડના માલિક મળી કુલ આઠ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...