તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊજવણી:વસંતપંચમીએ ઊંઝા ઉમિયા માતાજીના દર્શનાર્થે માઇભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

ઊંઝા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેસૂડાના રંગનો છંટકાવ કરેલું વસંતિયું મૈયાને અંગીકાર કરાવાયું

ઊંઝા ખાતે મંગળવારે વસંત પંચમી નિમિત્તે કડવા પાટીદર કુળદેવી ઉમિયા માતાજીને પ્રાતઃકાળ કેસૂડાના ફૂલોના રંગનો છંટકાવ કરેલ સફેદવસ્ત્ર "વસંતિયું" અંગીકાર કરાવાયું હતું. તેમજ મંદિરના ગર્ભગૃહને સફેદ સુગંધિત ફૂલોથી શણગારાયો હતો. માતાજીના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટયું હતું.

પ્રાતઃ મંગળા આરતી પછી 9.15 કલાકે ઉમિયા માતાજી સંસ્થાન કમિટીના ચીમનભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, ગોવિંદભાઇ પટેલ, દશરથભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ, આતિષભાઈ પટેલ, આનંદભાઈ પટેલ, મનુભાઈ પટેલ, હરગોવનભાઈ પટેલ, ગોપાલભાઈ પટેલ, માધુભાઈ પટેલ, બાબુભાઇ પટેલ સહિત આગેવાનો, હોદ્દેદારો અને માઇભક્તો મોટી સંખ્યામાં ઢોલ શરણાઈને તાલે દિલીપભાઈ પૂજારી દ્વારા ધજાની શાસ્ત્રોક્ત પૂજનવિધિ બાદ 5 પ્રદક્ષિણા પછી ધજા આરોહણ મંદિરના વોચમેન લાભુભાઈ દેસાઈ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે કરાઈ હતી. ઉમિયા માતાજી ફાગણ વદ પાંચમ 2 એપ્રિલે "રંગપંચમી"એ રંગીન વસ્ત્ર અંગીકાર કરશે. આજે કડવા પાટીદારોએ ઘરે લાપસીના જમણ જમ્યા, તેમજ ખેતીકામથી અળગા રહી અણુંજો પાળ્યો હતો. મંદિરે 21 માંડવી સાથે સંઘો અને 300થી વધુ નાની મોટી ધજા માઇભક્તોએ ચઢાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો