શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા:ઊંઝામાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમેટ્યું

ઊંંઝા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં શિવાલયો બમબમ ભોલેના નાદથી ગૂંજી ઉઠશે. એટલું જ નહીં પરંતુ ભક્તોનું ઘોડાપૂર ઉભરાશે. ભક્તો વહેલી સવારથી શિવાલયોમાં અને મંદિરોમાં શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરી બાદ બિલીપત્ર શિવજીને અર્પણ કરવામાં આવશે. જ્યારે બમબમ ભોલે, હરહર મહાદેવ, જય ભોલે ભંડારી જેવા અનેક નામોથી જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠશે. ઉંઝા તાલુકામાં મહાશિવરાત્રીના આ મહાપર્વને લઈને શિવાલયોમાં અનેરી રોશનીથી શણગારવામાં આવ્યા છે. અને વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તો શિવજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરી બિલિપત્ર ચઢાવી ભોળા શંભુને રીઝવવામાં લાગી ગયા છે.

ઉંઝા શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આવેલ શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. શહેરમાં આવેલ નિલકંઠ મહાદેવ, કેવલેશ્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવ, જબળેશ્વર મહાદેવમાં ભક્તોએ શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરી બિલિપત્ર ચઢાવ્યા હતા. શહેર સહિત તાલુકાના ગામોમાં ઉનાવા ગામે આવેલ નીલકંઠ મહાદેવ, જાળેશ્વર મહાદેવ, સુણોક ખાતે આવેલ નિલકંઠ મહાદેવ, મકતુપુર હાઈવે પર આવેલ રોડેશ્વર મહાદેવ સહિત તાલુકાના ગામોમાં આવેલ શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

ઉંઝા તાલુકાના કેટલાક શિવાલયોમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સવાર સાંજ આરતી અને થાળ ધરવામાં આવી રહ્યા છે. જ્યારે કેટલાક મંદિરોમાં સોમવારે થાળ ધરવામાં આવે છે. દર્શને આવતા ભક્તો માટે રાજગરાનો શીરો અને ફ્રુટના પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...