સમસ્યા:ઊંઝાથી પાટણ જવા સાંજના 5 થી 6 વચ્ચે બસ ન હોઇ હાલાકી, વિદ્યાર્થીઓ અને મુસાફરો બેસી રહેવા મજબૂર

ઊંઝા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંજના 5-30 વાગ્યાની નવી બસ શરૂ કરવા જિ.પં. કારોબારી અધ્યક્ષની નિયામકને લેખિત રજૂઆત

ઊંઝાથી પાટણ જવા માટે સાંજના 5 થી 6 વાગ્યાના ગાળામાં એકપણ બસ ન હોઇ મહિલાઓ સહિત મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી સાંજના 5-30 વાગ્યાની નવી બસ શરૂ કરવા મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હરિભાઈ પટેલે વિભાગીય એસટી નિયામકને પત્ર લખી જાણ કરી છે.

ઊંઝાથી પાટણ જવા માટે સાંજે 5 વાગ્યે અને તે પછી બીજી બસ 6 વાગ્યે ઉપડે છે. જેમાં બંને બસ ઉપડવા વચ્ચે એક કલાકનો સમય રહેતાં કાયમી અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ બેસી રહેવાનો વારો આવે છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ પરેશાન થવાનો વારો આવે છે, ત્યારે સાંજે 5-30 કલાકે ઊંઝાથી પાટણ બસનો નવિન રૂટ શરૂ કરવા જિલ્લા પંચાયત કારોબારીના અધ્યક્ષ હરિભાઈ પટેલે વિભાગીય નિયામકને પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...