ઊંઝા હાઇવે પર હોર્ડિગ્સ લગાવવાની કામગીરીના પગલે તંત્રએ હાઇવે બંધ કરી દેતાં શહેરમાં આવવા વાહન ચાલકોને રોંગ સાઇડમાંથી પસાર થવાની ફરજ પડી હતી. ઊંઝા હાઈવે પર આવેલ એચ.પી પેટ્રોલ પંપ અને પૃથ્વી ગાર્ડન વચ્ચે શહેર માટે કિલોમીટર સાથેના દિશા સૂચક હોડીંગ લગાવવાનું કામ શરૂ કરાયું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું ડાયર્ઝન ન અપાતાં આ માર્ગેથી અવર-જવર બંધ કરી દેતાં ઊંઝા શહેરમાં અવર-જવર કરતા વાહન ચાલકો અટવાયા હતા. જયારે અકસ્માત સર્જાવાના ભય સાથે વાહન ચાલકોને રોંગ સાઈડમાં જવાની ફરજ પડી હતી.
તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના ડ્રાઈવર્જન આપ્યા વગર મનફાવે તેમ રોડ બંધ કરી કામ કરી રહ્યા છે. જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અને તેમને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. ચોમાસામાં વરસાદને કારણે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે. જ્યારે બીજી તરફ તંત્ર ગમે ત્યારે હાઈવે બંધ કરી મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે.જેને લઇ સ્થાનીકો સાથે વાહનચાલકોમાં રોષ ભભૂક્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.