પાટણના બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ અને જાયન્ટ્સ ઊંઝા સંસ્થાના સહયોગથી મહેસાણાના દિવ્યાંગ વ્યક્તિઓ માટે સાધન સહાય નિદાન કેમ્પ યોજાયો હતો. ADIP (આસિસ્ટન્ટ ટુ ડિસએબલ્ડ પર્સન) યોજના અંતર્ગત આ કેમ્પ યોજાયો હતો. જેમાં મહેસાણાના 100 કરતાં પણ વધારે લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં 70 જેટલાં લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. 29 ટ્રાયસિકલ, 14 વ્હીલચેર, 5 બગલ ગોડી, 4 સ્ટિક તેમજ 16 જયપુરી ફૂટ અને કેલિપસ જેટલાં સાધનો આપવા માટે લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
આ કેમ્પમાં બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણનો સ્ટાફ તેમજ ઊંઝા જાયન્ટ્સ ગ્રુપના તમામ સભ્યોએ દિવ્યાંગોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ અવસરે દિવ્યાંગોને ભોજન પણ આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં સહાયરૂપે મળતા સાધનો વધુ દિવ્યાંગ લોકો લે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. તમામ દિવ્યાંગ વ્યક્તિઓએ સાધન સહાય આપવા બદલ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.