ઊંઝા મહેરવાડા ગામના અરવિંદ પટેલને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને 13 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો મહેસાણા એડી.જ્યુડી.મેજિસ્ટ્રેટ ફર્સ્ટક્લાસ કોર્ટ આદેશ કર્યો હતો.
મહેસાણા દેદિયાસણ સરદારધામ સોસાયટીમાં રહેતા અને જમીનનો વેપાર કરતા પટેલ રાજ બળદેવભાઈને ઊંઝા તાલુકાના મહેરવાડા ગામના અરવિંદ પટેલ સાથે ગાઢ મિત્રતા હતી. ઓક્ટોબર 2013ની સાલમાં અરવિંદ પટેલને જમીન ખરીદી માટે પૈસાની જરૂર પડતા 13 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી રાજ પટેલે તેમના ફુવાને રજુઆત કરી હતી, તો એમના ફુવાએ બેન્ક ખાતામાંથી 13 લાખ ઉપાડ્યા હતા જે રકમ રાજે અરવિંદને આપી હતી.
જેની ઉઘરાણી કરતા તારીખ 19/07/17 ના રોજ અરવિંદ પટેલે રૂપિયા 13 લાખનો ચેક આપ્યો હતો. જે પૈસા ઉપાડવા માટે રાજ પટેલે તારીખ 02/08/17 ના રોજ ચેક બેન્કમાં નાખ્યો હતો. જેમાં અપૂરતું ભંડોળ હોવાથી શેરો મારી ચેક પરત કર્યો હતો. ફરીથી એક મહિના બાદ રાજ પટેલે ચેક નાખ્યો હતો, એ સમયે પણ ચેક રીર્ટન થયો હતો. જેની જાણ અરવિંદ પટેલને કરી હતી, પરંતુ રકમ આપી હતી નહીં. જેને લઈને રાજ પટેલે વકીલ મારફતે નોટિસ આપ્યા બાદ ઘી નેગોસીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ તેમની વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. જે કેસ ચાલી જતાં મહેસાણા એડી. જ્યુડી.મેજિસ્ટ્રેટ ફર્સ્ટક્લાસ સ્તુતિ દિન કાપડિયાએ અરવિંદ પટેલને એક વર્ષની સાદી સજા ફટકારી હતી અને રૂપિયા 13 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. જો વળતર ના ચૂકવે તો વધુ એક મહિનાની સાદી કેદની સજાનો આદેશ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.