મુલાકાત:ઊંઝા APMCમાં NCDEX કૃષિ એક્સચેન્જના MD અને CBOએ મુલાકાત લીધી

ઊંંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊંઝા APMC માં NCDEX કૃષિ એકસચેન્જના M.D અને CBOએ મુલાકાત લીધી હતી. ઊંઝા APMC ના ચેરમેન દિનેશ પટેલ અને કર્મચારી મંડળ તેમજ વેપારીઓ હાજર રહ્યાં હતા.

જીરાના વૈશ્વિક વેપાર અને ખેડૂતો અને વેપારીઓને અપાતી સુવિધાના આયોજન, બજારની પારદર્શિતા અંગે માહિતી મેળવી ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. વધુમાં ચેરમેન દિનેશ પટેલ અને ડીરેકટર્સને અભિનંદન પાઠવ્યાહતા. તથા આવેલા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

2023ના વર્ષમાં એકસચેન્જ દ્વારા ઈસબગુલનો નવિન વાયદા અને વેપારીઓ દ્વારા ધાણાના વધારાના ડીલીવરી સેન્ટર તરીકે પસંદ કરવા તમામ એસોસીએશનના હોદ્દેદારોએ રજૂઆત કરવામાં આવી હતી. જેનો MD દ્વારા હકારાત્મક કામગીરી હાથ ધરી પૂર્ણ કરવાની ખાત્રી આપી હતી. એશિયાખંડમાં નામ ધરાવતો સૌથી મોટો ઊંઝા ગંજબજાર છે. ઊંઝા મસાલા માટે દુનિયાભરમાં ખુબ જ પ્રખ્યાત છે.

અન્ય સમાચારો પણ છે...