• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • Maktupur Gram Panchayat Of Unjha Equipped With Modern Facilities Was Inaugurated; A Free Physiotherapy Center Equipped With Modern Facilities Was Also Opened

ગ્રામ પંચાયતનું લોકાર્પણ:આધુનિક સુવિધાથી સજ્જ ઊંઝાના મકતુપુર ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરાયું; આધુનિક સુવિધાથી સજ્જ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી સેન્ટર પણ ખુલ્લુ મુકાયું

ઊંંઝા4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા તાલુકાના મકતુપુર ગામે સ્વામી સચ્ચિદાનંદ મહારાજના કર કદમ દ્રારા ગામના દાતા પટેલ અમથાભા પરિવાર દ્વારા નિર્મિત નવિન મકતુપુર ગ્રામ પંચાયત ઘર તેમજ ગામ લોકોની નિઃશુલ્ક સારવાર માટે આધુનિક સુવિધાથી સજ્જ ફિઝીયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યકમમાં મુખ્ય અતિથિ જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમપ્રકાશ ,જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરિભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વિપુલભાઈ પટેલ ,એ.પી.એમ.સી ચેરમેન દિનેશભાઈ પટેલ ,ઊંઝા મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા. જેમનું દાતા તથા ગ્રામપંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જે બાદમાં જિલ્લા વિકાસ અધિકારીએ નવીન પંચાયતઘર/ઇ-ગ્રામ/સીસીટીવી સર્વેલન્સ રુમની સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું તથા દાતા દ્વારા ગામ લોકોની નિઃશુલ્ક સારવાર માટે બનાવેલ ફિજીયોથેરાપી સેન્ટરની મુલાકત કરી ઉપલબ્ધ સાધનોની જાણકારી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...