રજૂઆત:બ્રાહ્મણવાડામાં દેશી-વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે

ઊંઝા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊંઝા પોલીસને સરપંચની લેખિત રજૂઆત

ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને ગામના જાહેર સ્થળોએ દારૂની બાટલીઓ અને દેશી દારૂની કોથળીઓ નાખતા હોવાની લેખિત રજૂઆત બ્રાહ્મણવાડા ગામના સરપંચ પૃથ્વીસિંહ ઝાલા દ્વારા ઊંઝા પોલીસ મથકે કરાઇ છે.

આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, બ્રાહ્મણવાડા ગામે ઘણા લોકો દેશી અને વિદેશી દારૂ પીવા આવે છે. જેઓ સ્થાનિક લોકો સાથે દારૂ પીધેલી હાલતમાં બબાલ કરતા હોય છે. તેમજ જાહેર જગ્યાએ ખાલી બોટલો અને દેશી દારૂની પ્લાસ્ટિકની થેલીઓ નાખતા હોય છે. જેને લઈ ગામની મુતરડીઓની પાઇપ લાઈનો ચોકઅપ થઈ જાય છે.

પરિણામે ગામમાં રોગચાળો ફેલાય તેવી દહેશત ઉભી થઇ છે. આવા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી માંગ કરી છે. ગામમાં દારૂ ડાભી અને સિદ્ધપુર તાલુકાના વાઘણા ગામેથી આવતો હોવાનો આક્ષેપ પણ કરાયો છે. દારૂની હેરાફેરી કરતા શખ્સોને નશ્યત કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...