બાઈક ચોર પોલીસ સકંજામાં:એલ.સી.બી. પોલીસે ઊંઝામાંથી ચોરી થયેલા બાઇક સાથે ચોરને પકડી પાડ્યો

ઊંંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઊંઝા પોલીસ હદ વિસ્તારમાં આવતા ચોરી થયેલા બાઇક સાથે એક ઇસમને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કચ્છ-ભુજ રેન્જ આઈજી તથા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જિલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુન્હાઓ તેમજ ચોરીઓને અટકાવવાના માર્ગદર્શન હેઠળ પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે ઊંઝા પોલીસ સ્ટેશનની હદમાં ચોરી થયેલા બાઈકનો શકમંદ ઈસમ સિદ્ધપુરથી પાટણ તરફ આવી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી પાટણ તરફ આવી રહેલા બાઇક ચાલકને ઉભો રાખી સઘન તપાસ હાથ ધરતા તેણે આ બાઇક ઊંઝાથી ચોરી કર્યા હોવાનું કબૂલાત કરી હતી. ત્યારે એલ.સી.બી પોલીસે બાઇક સાથે ઇસમને પાટણ બી-ડિવિઝન પોલિસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીને પૂછતાં ઠાકોર સંજયજી મંગાજી રહે.છાપીનો હોવાનું જાણવા મળ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...