શ્રદ્ધાંજલિ:ઊંઝા ગંજબજારમાં સ્વ. ડો.આશાબેનને શ્રદ્ધાંજલિ

ઊંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊંઝાના ધારાસભ્ય સ્વ. ડો આશાબેન પટેલનું ટૂંકી માંદગી બાદ અવસાન થતાં ઊંઝા એ.પી.એમ.સી.ના ગોળાઈ વિભાગમાં શ્રદ્ધાંજલિ શોકસભા યોજાઈ હતી. શોકસભામાં રાજકીય નેતાઓ , અગ્રણીઓ વેપારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ભાજપના હોદેદારો, કાર્યકરો અને લોકો એ સ્વ.આશાબેન પટેલને શ્રદ્ધાજલિ આપી હતી.

શોકસભામાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ એમ એસ પટેલ, પ્રદેશમંત્રી રજનીભાઇ પટેલ, મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, પૂર્વ મંત્રી ધારાસભ્ય નારાયણકાકા, ધારાસભ્યો ગેનીબેન ઠાકોર વાવ, અજમલજી ઠાકોર ખેરાલુ, કરશનભાઇ સોલંકી કડી, રમણભાઈ પટેલ વિજાપુર, શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણીભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીગણ ઊંઝાના વેપારી મંડળો, ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણમંત્રી બનવાની ઈચ્છા અધૂરી રહી ગઈ
ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે જણાવ્યું કે, ઊંઝા ધારાસભ્ય સ્વ. ડો.આશાબેન પટેલ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓના કોઈ ગોડફાધર ના હોવા છતાં ખૂબજ મહેનત કરી આગળ આવેલ. તેમના વિશે કહેવા શબ્દો ઓછા પડે તેમ છે. મારા વિસ્તારનું કલ્યાણ કરવું એજ માત્ર લક્ષ હતું તેમની ઇચ્છા શિક્ષણમંત્રી બનવાની હતી. ઊંઝા અને વડનગર વિસ્તારમાં ખૂબજ વિકાસના કામો કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...