તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ઐઠોરના સરપંચ દ્વારા લોકફાળાની આડમાં લાખોનું ઉઘરાણું કરાયું હોવાનો આક્ષેપ

ઊંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોની રજૂઆતો છતાં કાર્યવાહી નહીં, સરપંચે આક્ષેપ ફગાવ્યા

ઊંઝા તાલુકાના ગ્રામ પંચાયત ના સરપંચ કશ્યપ પટેલ દ્વારા છેલ્લા કેટલાય સમયથી લોકશાળા ની આડ માં લાખો રૂપિયાનું ઉઘરાણું કરી નાણાં વાપરી નાખ્યા હોવાની વાત ગામમાં ફેલાઇ હતી. જેને લઈ ગામના જાગૃત નાગરિકો દ્વારા સરપંચ કશ્યપ પટેલ વિરુદ્ધ ઊંઝા તાલુકા વિકાસ અધિકારી તેમજ ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆતો કરી હતી. જો યોગ્ય પગલાં નહિ ભરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ઐઠોર ગામમાં લોકફાળાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

સરપંચ કશ્યપ પટેલ દ્વારા ગામની વિકાસ સમિતિ ના નામે પાવતી બુકો છપાવી લોક ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો મુખ્ય ઉદ્દેશ ગામમાં મુખ્યત્વે વિકાસ થાય તે હેતુ નો હતો પરંતુ આ લોકફાળો ગામના વિકાસમાં ઉપયોગ કરવાના બદલે રકમ કશ્યપ પટેલે પોતાના ખિસ્સામાં નાખ્યાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે.

સરપંચ આ વાતને પાયા વિહોણી કહી
સરપંચ કશ્યપ પટેલે જણાવ્યું હતું કે મેં ગામ વિકાસ સમિતિ ઐઠોર નામની કોઈ સમિતિ બનાવી નથી તેમજ આ સમિતિની નું કોઈ રજીસ્ટ્રેશન નથી થયું. ગામ વિકાસ સમિતિ નામની જે પાવતી બુક બનાવી છે તેમાં મારી સહી કરવામાં આવી છે પરંતુ આ સહી મેં નથી કરી. વાત પાયાવિહોણી છે.

અન્ય સમાચારો પણ છે...