પાંચસો પાટણવાડા પૈકી 27 પરગણા રોહીદાસવંશી સમાજ ઉન્નતિ મંડળ (સિ) ઊંઝા આયોજિત આઠમો સમૂહ લગ્નોત્સવ ઉમિયા માતાજી સંસ્થાન પ્લોટ ઊંઝા ખાતે યોજાયો હતો. જેમાં 24 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.
આ પ્રસંગે સામાજિક ન્યાય મંત્રી પ્રદિપભાઇ પરમાર, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ એમ.એસ. પટેલ, ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રીન્કુબેન પટેલ, ઉપપ્રમુખ અલ્પેશભાઈ પટેલ, કોર્પોરેટર રાકેશભાઈ પ્રજાપતિ, પૂર્વ કોર્પોરેટર કાન્તાબેન પરમાર, ઈન્દિરાબેન વણકર, પૂર્વ સરપંચ દાસજ મોહનભાઈ ચૌહાણ સહિત મહાનુભાવો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સમૂહલગ્નમાં દાતાઓ તરફથી કન્યાઓને સોનાની ચુની, પાયલ, તાંબાના બેડા, રસોડા સેટની ભેટ સોગાદો અપાઇ હતી. મંડળના પ્રમુખ નરેશભાઇ પરમાર ઊંઝા, ઉપપ્રમુખ કુબેરભાઈ પરમાર ઐઠોર, મહામંત્રી લાલજીભાઈ સોલંકી જેતલવાસણા સહિત ટ્રસ્ટી મંડળ અને કારોબારી સભ્યોએ સમૂહ લગ્નને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.