આદેશ:હનીટ્રેપના 6 આરોપીની જામીન અરજી નામંજૂર, જેલમાં ધકેલાયા

ઊંઝા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ઊંઝા હનીટ્રેપમાં પકડાયેલા 6 આરોપીઓની જામીન અરજી ચીફ કોર્ટે નામંજૂર કરી હતી. જ્યારે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે તે ફગાવતાં આરોપીઓને સબજેલમાં મોકલી અપાયા હતા.ઊંઝા હનીટ્રેપમાં પકડાયેલા 6 શખ્સોના બુધવારે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.20.30 લાખ રિકવર કર્યા હતા

જ્યારે બાકીની રકમ રિકવર કરવાની હોઇ તેમજ સીડીઆરની તપાસ બાકી હોઇ વધુ 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ, ચીફ કોર્ટના ન્યાયાધીશ એચ.જે. ઠાકરે રિમાન્ડની માગણી ફગાવી હતી. તેથી આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી.

"હની'ના ભાગે 5 લાખ આવ્યા
હનીટ્રેપની આરોપી પટેલ ડિમ્પલ વિપુલભાઈના ભાગમાં મૂળ રકમ રૂ.58.50 લાખમાંથી માત્ર રૂ.5 લાખ આવ્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. જ્યારે પટેલ સુજીત ઇશ્વરલાલે રૂ. 3 લાખ ઉછીના લઇ પરત કર્યા નથી.

આટલાં રરિકવર કરાયાં
1.ચૌધરી મહાદેવ ઉર્ફે દિનેશસિંગ 2 લાખ
2.પટેલ સુજીત ઇશ્વરલાલ 10.30 લાખ
3.પટેલ સન્ની વિષ્ણુભાઈ 50 હજાર
4.પટેલ અંકિત વિષ્ણુભાઈ 3.50 લાખ
5.પટેલ મૌલિક અશોકભાઈ 3 લાખ
6.ઠાકોર નટુજી બાબુજી 1 લાખ

અન્ય સમાચારો પણ છે...