NSSનું દર્શન સમગ્ર વર્ષ દરમ્યાન નિયમિત અને ખાસ શિબિરની પ્રવૃત્તિના માધ્યમથી થાય છે. જેમકે, પર્યાવરણ માટે વિકાસ અને સુરક્ષા, શ્રમ કાર્ય, ધાર્મિક કાર્ય, સામાજિક કાર્ય, સર્જનાત્મક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ખેલકૂદ જેવી નિયમિત પ્રવૃતિઓ NSSની ઓળખ આપે છે. NSS યુનિટ દ્વારા સપ્ત દિવસિય કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
જેમાં પ્રાતઃકર્મ, પ્રભાતફેરી, યોગાસન, પ્રાણાયામ, શેરી સફાઈ, શૈક્ષણિક જાગૃતિ, ગ્રામ સંપર્ક, સ્થાનિક સ્થળની મુલાકાત, રમણીય સ્થળની મુલાકાત, ભ્રષ્ટાચારનો પ્રભાવ જેવા નાટક, વૈજ્ઞાનિક વિચાર પ્રચાર, ગ્રામ સભા અને પ્રાર્થના સંધ્યા વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
તદુપરાંત રાત્રી કાર્યક્રમ, પ્રૌઢ શિક્ષણ, પ્રાથમિક શાળાની મુલાકાત, રાસ-ગરબા, બોધ નાટક, ડાયરો, ભજન મંડળીની જમાવટ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય જાગૃતિ લાવવાના સઘન પ્રયાસો થાય છે. રાષ્ટ્રીય સેવા યોજનાની શરૂઆત ઈ.સ.1969માં મહાત્મા ગાંધીજીના જન્મ શતાબ્દી વર્ષથી થઇ છે. સમગ્ર ભારતમાં આ દિવસે શાળા, કોલેજોના વિદ્યાર્થીઓ વિવિધ કેમ્પ કરી આરોગ્ય શિબિર, પ્રૌઢ શિક્ષણ, રક્તદાન, સામુહિક સફાઈ જેવા રચનાત્મક અને સામાજિક કર્યો કરે છે.
તે ઉપરાંત આના સ્વયંસેવકો કુદરતી આપતિ-રેલસંકટ, દુકાળ, ભૂકંપ વગેરે સમયે તત્કાલીન સારી કામગીરી કરી સમાજ પ્રત્યેની ફરજ બજાવે છે. ઊંઝા કહોડા કે એન પટેલ સર્વોદય હાઈસ્કૂલના વિધાર્થીઓએ NSSનો કાર્યક્રમ મહેરવાડા ગામમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ મહેરવાડા સ્થાનિક લોકો તેમજ આજુબાજુ ગામના લોકો અને કહોડા સર્વોદય હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.