નિમણૂક:ઊંઝા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પદે ગૌરાંગ પટેલ અને ઉપપ્રમુખ પદે પ્રકાશ પટેલની વરણી

ઊંઝા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારીની હાજરીમાં મળેલી ડિરેક્ટરોની બેઠકમાં સર્વાનુમતે વરણી

ઊંઝા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત ડિરેક્ટરોની ચૂંટણીમાં ભાજપના કાર્યકર ડિરેક્ટરો બિનહરિફ વિજયી બન્યા હતા. જે પૈકી બુધવારે બિનહરીફ ડિરેક્ટરો દ્વારા ઊંઝા સહકારી ખરીદ વેચાણ સંઘની ઓફિસે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની બેઠક યોજાઇ હતી.

જેમાં પ્રમુખ તરીકે ગૌરાંગભાઈ નારાયણભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ સેધાભાઈ પટેલના નામની દરખાસ્ત મુકતા તમામ ભાજપના ડિરેક્ટરો દ્વારા દરખાસ્તને માન્ય રાખતા ભાજપના કાર્યકરની પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવતાં ઊંઝા ભાજપમાં ખુશીનું મોજું પ્રસરી ગયું છે. જેને લઈ ફુલહાર પહેરાવી માં મીઠું કરાવી કરાવ્યું હતું તેમજ તેમના સમર્થકો ,શુભેચ્છકો અને ભાજપના કાર્યકરો દ્રારા શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે ઊંઝા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ભાજપના કાર્યકર ગૌરાંગભાઈ પટેલની સતત ત્રીજી વાર વરણી થઈ છે .જેઓ અગાઉ ઊંઝા એપીએમસીના ચેરમેન તરીકે સેવાઓ આપી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...