રીઢો ગુનેગાર ગાંધીનગરથી ઝડપાયો:ઊંઝા-ખેરાલુમાં કારના કાચ તોડીને ચોરી કરનાર આરોપીને ગાંધીનગર એલસીબી ટીમે દબોચી લીધો; કુલ રૂપિયા 9.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ઊંંઝા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા અને ખેરાલુમાં કારના કાચ તોડીને ચોરી કરનાર રીઢો ગુનેગાર ગાંધીનગર એલસીબી ટીમે દબોચી લીધો હતો. મહેસાણા સહિતના જિલ્લામાં કારના કાચ તોડીને કિંમતી સામાનની ચોરી કરનાર રીઢા ચોરને ગાંધીનગર એલસીબીએ સેક્ટર 24માંથી પકડી પાડીને રૂપિયા 4.53 લાખના 10 તોલા સોનાના દાગીના, બે મોબાઈલ, ઇનોવા કાર મળી કુલ રૂપિયા 9.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીએ ઊંઝા અને ખેરાલુમાં પાર્ક કરેલા વાહનોમાં કાચ તોડીને ચોરી કર્યા હોવાનું કબૂલાત કરી હતી.

ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે સેક્ટર 24માંથી 32 વર્ષીય અકીલ સલીમભાઈ નૂરમહંમદ વોરાને ઇનોવા કાર સાથે ઝડપી પાડ્યો હતો તેમજ 10 તોલાના દાગીના મળી આવ્યા હતા. લોકોની આંખમાં ધૂળ નાખવા માટે અકીલ તેની પત્ની મુકશુદાને સાથે રાખી ઇનોવા કારમાં લઈને નીકળતો હતો. પાર્ટી પ્લોટ કે અન્ય કોઈ જગ્યાએ પ્રસંગ હોય ત્યાં પાર્કિંગમાં ઇનોવા પાર્ક કરતો હતો. બાદમાં મોકો મળતા પાર્કમાં રહેલી ગાડીઓના કાચ તોડીને કિંમતી સામાન ચોરી કરી ચોરીના ગુનાને અંજામ આપતો હતો. તેમજ પોલીસના હાથે પકડાઈ ના જવાય એના માટે મોબાઈલ કે લેપટોપ હાથમાં આવતું તો રસ્તામાં ફેંકી દેતો હતો. પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપી અકીલ સલીમભાઇ ઉપર અગાઉ પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નવ જેટલાં ગુન્હા નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...