તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં કામદાર પેનલ (અપક્ષ) અને ભાજપ વચ્ચે જંગ

ઊંઝા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 34 ભાજપ, 44 અપક્ષ, 3 બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો આમને સામને

ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં 106 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં 34 બેઠકો માટે હવે 81 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. વોર્ડ 4ની બેઠક પર હરીફ ન હોવાથી ભાજપના બે મહિલા ઉમેદવાર બિનહરીફ થતાં 34 ભાજપ, 44 અપક્ષ અને 3 બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો આમને સામને છે.

ચૂટણીના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પ્રયાસો પણ કરી રહ્યા છે. બીજી તરફ ચૂટણીને લઇ ગરમાવો પણ સર્જાયો છે. ઊંઝા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ કામદાર પેનલ (અપક્ષ) કુલ વોર્ડ 8માં પોતાના 30 ઉમેદવારોને ઊભા રાખતાં ભાજપને કુલ 44 અપક્ષમાંથી 30 અપક્ષ એકજૂથ થઈ ટકરાશે. વોર્ડ 9એ અન્ય સમાજ, ગ્રામ્ય તેમજ મોટા જૂથનો સમન્વય હોવાથી એમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારી હોવાનું વર્ષોથી ચાલ્યું આવે છે. એમાં 11 અપક્ષ ( 4 કામદાર પેનલ અને 7 અપક્ષ), 3 બહુજન સમાજ પાર્ટી અને 4 બીજેપીના ઉમેદવારો છે.ઊંઝા સહિત તમામ વીસ્તારોમાં ચૂંટણીને લઇ ઉત્તેજના છવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો