હાલાકી:ઊંઝામાં હાઇવે પર ખાડામાં પાણી ભરાતાં ચાલકોમાં અકસ્માતનો ભય

ઊંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી

ઊંઝામાં ચોમાસાના પ્રથમ વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. ઊંઝા ઓવરબ્રિજના ચાલતા ધીમા કામને લઈને ટ્રાફિક વધી રહ્યો છે. જે સમસ્યા દૂર કરવા એક બાજુનો ઓવરબ્રિજ ચાલુ કરાયો છે. ઓવરબ્રિજની બાજુમાં પાલિકા દ્વારા અંડર ગ્રાઉન્ડનું કામકાજ હમણાં જ પૂર્ણ કરાયું છે. તેની બાજુમાં પ્રથમ વરસાદમાં જ માટી બેસી જતાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને વરસાદી પાણી ભરાયાં છે.

જેથી વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઊંઝા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા પાલનપુર તરફના ડામરવાળા રોડ પર વરસાદી પાણી ભરાઇ રહેતા ખાડાઓ પડી ગયા છે અને માર્ગની હાલત બિસ્માર બનતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ ટ્રાફિકને પહોંચી વળવા માટે બાજુનો ઓવરબ્રિજ ચાલુ કરાયો છે. પણ આ રોડ અને ઓવરબ્રિજ વાળા રોડ વચ્ચે બનાવેલ ડિવાઈડરની પાળી નાની હોવાથી ગાયો આસાનીથી ઓવરબ્રિજ વાળા રોડને ઓળંગતા અકસ્માત થવાનો ભય વાહનચાલકોને સતાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...