• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Unjha
  • Farmers Troubled By Irregular Electricity In Feeders Of Unjha Sub Station; A Presentation Was Made To Ensure That Injustice Is Not Done To The Farmers

અનિયમીત વીજળીથી ખેડૂતોમાં રોષ:ઊંઝાના સબ સ્ટેશનના ફીડરોમાં અનિયમિત વીજળીથી ખેડૂતો પરેશાન; ખેડૂતોને અન્યાય ન થાય તેવી વ્યવસ્થા કરવા કરાઈ રજૂઆત

ઊંંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊંઝા તાલુકાના દાસજ ગામે આવેલા સબસ્ટેશનમાં વીજળી અનિયમિત મળતી હોવાથી ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. જેને લઈ ખેડૂતોને નિયમિત સમયસર વીજળી મળી રહે એ માટે જિલ્લા પંચાયત મહેસાણા કારોબારી સમિતિના ચેરમેન હરિભાઈ પટેલે મેનેજિંગ ડિરેક્ટર ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. મહેસાણાને લેખિત રજુઆત કરી છે.

ઊંઝા તાલુકાના દાસજ ગામે આવેલા સબ સ્ટેશનમાં વીજળી લિહોડા ફીડર, રણછોડપુરા ફીડર, ગંગાપુરા ફીડર આ ત્રણેય ફીડરમાં રેગ્યુલર વીજળી સવારે 8 કલાક પછી મળે છે. પરંતુ આ સબ સ્ટેશનમાં વૈજનાથ મહાદેવ ફીડરમાં રાતે તેમજ દિવસે એમ અઠવાડિયામાં વારાફરતી વીજળી આવે છે. રાત્રે 11 કલાકે તથા સવારે 7 કલાકે તેમજ વૈજનાથ ફીડર ઉંઝા તરફ હોવા છતાં તેની વિરૂદ્ધ દિશામાં લિહોડા સાઈડમાં આવેલા દસ, બાર કુવા તેમજ બોરનો સમાવેશ લિહોડા ફીડરમાંથી બહાર કરીને વૈજનાથ ફીડરમાં જોડાણ કરેલો છે. વીજળી સમયસર અને નિયમિત મળી રહે અને ખેડૂતોને અન્યાય ન થાય તેવી વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...