જીરૂંની ફેક્ટરી પર પોલીસના દરોડા:ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઇ; પોલીસે 17000 કિલો કરતા પણ વધુ જથ્થો ઝડપ્યો

ઊંંઝા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊંઝા તાલુકાના કામલી અને ખળીચાર રસ્તા ઉપર જીરાની એક ફેકટરી આવેલી છે. જ્યાં આજરોજ મહેસાણા એસ.ઓ.જી PI સહિત ટીમે સાથે રહીને દરોડા પાડ્યા હતા. જેમાં નકલી જીરું બનાવતી ફેકટરી ઝડપી પાડી હતી. જેમાંથી 17000 કિલો કરતા પણ વધુ જથ્થો ઝડપાયો હતો.

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા પોતાની મહત્વકાંક્ષા પુરી કરવા માટે અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેકટરી પકડાઈ છે. મહેસાણા એસ.ઓ.જી PI અને ટીમ દ્વારા આખું રેક્ટ પકડી પાડ્યું હતું. બાદમાં એફ.એસ.એલ ટીમે પણ ઘટનાસ્થળ ઉપર પહોંચીને અલગ અલગ સેમ્પલ લીધા હતા અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની પણ ટીમ આવી પહોંચી હતી. પોલીસે નકલી જીરું બનાવનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...