તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:ઊંઝા નગરપાલિકાના દૂધ વિતરણમાં રૂ.9 લાખની ઉચાપત: 1 સસ્પેન્ડ બીજાને નોટિસ

ઊંઝા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પટાવાળાએ રોજના કેરેટમાંથી અમુક કેરેટ બારોબાર વેચી મારી ઉચાપત કરી
  • કૌભાંડી પટાવાળો શબ્બીરહુસેન શેખ સસ્પેન્ડ, ઓડિટર પટેલ વિનુને નોટિસ

ઊંઝામાં 7 દૂધ કેન્દ્રો પર મહિલાઓ દ્વારા ચલાવાતા 22 જગ્યા પર રોજનું 580 કેરેટ દૂધ વિતરણ કરાય છે. વર્ષ 2020-21માં દૂધની આવકમાં 9 લાખનું નુકસાન જણાતાં તપાસ કરતાં દૂધ વિતરણનું કાર્ય કરતો પટાવાળએ કેટલાક કેરેટમાંથી અમુક કેરેટ બારોબાર વેચી માર્યાનું બહાર આવતાં પટાવાળાને સસ્પેન્ડ કરાયો છે જ્યારે પાલિકાનાં ઇન્ટરનલ ઓડિટરને નોટિસ ફટકરાઇ છે.

ઊંઝામાં 7 દૂધ કેન્દ્રો અને મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા 22 જગ્યા ઉપર અંદાજિત દિવસનું કુલ 580 કેરેટ દૂધ વિતરણ થઇ રહ્યુ છે. જોકે આ દૂધ વિતરણમાં ઉચાપત કરાઇ હોવાની આશંકા વર્તાઇ હતી. મહેસાણા દૂધ સાગરડેરીથી ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર પટેલ ધર્મેન્દ્રકુમાર મણિલાલ દ્વારા તમામ કેન્દ્રો પર સપ્લાય કરવાની જવાબદારી પાંચ વર્ષથી નિભાવે છે. તેની કામગીરી દરમ્યાન દૂધ વિતરણની આવકમાં વર્ષ 2019-20માં પાલિકાએ રૂ.34 લાખ નફો રળ્યો હતો. જોકે, વર્ષ વર્ષ 20-21 માં હિસાબમાં રૂ.9 લાખ નુકસાન જણાતાં તપાસ ચલાવવામાં આવી હતી. જેમાં દૂધ વિતરણનું કાર્ય સંભાળતો પટાવાળો શબ્બીરહુસેન બચુમિયા શેખ તમામ કેન્દ્રો ઉપર દૂધના કેરેટ પહોંચાડવાનું અને પૈસા કલેક્ટનું કાર્ય કરે છે. તેણે પ્રતિદિન દૂધના કુલ કેરેટમાંથી કેટલાક કેરેટ બારોબાર વેચી મારી ઉચાપત કરી હોવાનું બહાર આવ્યુ હતુ. દૂધ વિતરણ કરતાં પટેલ ધર્મેન્દ્રકુમાર મણિલાલને ચીફ ઓફિસરે બોલાવી પૂછપરછ કરતાં તેણે ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સમાં ચેકથી રૂ.10 લાખ પાલિકામાં જમાં કરાવ્યાનુ જણાવ્યુ હતુ.

મુખ્ય અધિકારી અલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે દૂધ વિતરણ અને પૈસાનો હિસાબ સંભાળતો શબ્બીરહુસેન બચુમિયા શેખને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો છે, તેમજ પાલિકાનાં ઇન્ટરનલ ઓડિટર હાલમાં ઓ.એસ.ની ફરજ બજાવતા પટેલ વિનુભાઈ ઉર્ફે રુડાભાઈ મોહનલાલને પણ નોટિસ ફટકારી છે. આ નાણાંકીય ઉચાપતની ન્યાયિક તપાસ માટે સીએને કામગીરી સોંપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...