પશુપાલન વિભાગની કવાયત:ઊંઝામાં પશુપાલકો માટે શિક્ષણ શિબિર યોજાયો; મહિલાઓને પશુપાલન અંગે માહિતી આપવામાં આવી

ઊંંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજરોજ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કામલી ગામે પશુપાલન વિભાગ દ્વારા જિલ્લા પશુપાલન શિક્ષણ શિબિરનો શુભારંભ થયો.આ કાર્યક્રમમાં પશુપાલન વિશે મહિલાઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં પશુપાલન બાબતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ તમામ માહિતી પશુપાલકોને પુરી પાડવામાં આવી હતી.

વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં
આ પ્રસંગે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ, મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હરી પટેલ સહિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત કામલી ગામના મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા તાલુકામાં અલગ-અલગ જગ્યાએ પશુપાલન કરતા પશુપાલકોને પશુઓમાં દૂધ વધારો કરવા અંગે, ઘાસચારા અંગે, પશુઓની સરસંભાળ કઈ રીતે રાખવી આ તમામ બાબતે પશુપાલકોને શિક્ષણ આપવામાં કાર્યક્રમ યોજાવવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...